Pages

JOIN GROUP

Monday 14 June 2021

પ્રાથમિક સારવારની Pdf ફાઇલ

 🔥 અકસ્માત સમયે સ્થળ પર કરવામાં આવતી  પ્રાથમિક સારવારની Pdf ફાઇલ

✔️ દર્દીને ખસેડવાની રીતો

✔️ પાટા બાંધવાની રીતો

✔️ ૨ક્તસ્રાવ અને શોકની ગંભીર હાલત

✔️ બીજી ઘણી બધી રીતો


📚ડાઉનલોડ ↪️ http://bit.ly/3glfkFZ


પ્રાથમિક સારવાર એટલે દર્દીની તાત્કાલિક અને કામચલાઉ કાળજી જે તબીબી સારવાર મળતા પહેલા દર્દીને રાહત આપે છે. આ પ્રકારની રાહત આપતા માણસના મનમાં પ્રાથમિક સારવાર આપવાના મુખ્ય ધ્યેયો સ્પષ્ટ હોવા જોઇએ. તે આ પ્રકારે છે:


● જીવ બચાવવો.

● વધુ ઇજા કે બીમારી થતી અટકાવવી.

● દુ:ખાવા અથવા બીજા લક્ષણોમાં રાહત અપાવવી.

● શકય તેટલી વહેલી તબીબી સારવારની વ્યવસ્થા કરવી.


પ્રાથમિક સારવાર સચોટ રીતે આપવા માટે તે વિશેની જરૂરી માહિતી તો જોઇએ જ (જેનું વર્ણન આ પુસ્તકમાં વિગતે કર્યું છે) પણ એ ઉપરાંત, સારવાર આપનારે નીચે મુજબની આવડતો કેળવવી જરૂરી છે.


નિરીક્ષણ કળા 

દર્દી અને તેની આસપાસની વસ્તુઓના બારીક નિરીક્ષણ દ્વારા તેની તકલીફો અને તેનો ઉકેલ પણ મળી શકે છે.


કાર્યકુશળતા અને કુનેહ

જે કંઇ સારવાર આપે તે અંગેની પોતાની સ્પષ્ટ સમજણ અને તે દરમ્યાન દર્દી તથા આસપાસના સહુને જરૂરી માર્ગદશન આપી ને સારવાર સફળ બનાવવાની આવડત. તે કેળવવા માટે સારવાર આપી શકાય તેવા બનાવોનું મનન અને પ્રેકટીસ જરૂરી છે.


કોઠાસૂઝ 

ચોપડીઓ દ્વારા વાંચીને પ્રાથમિક સારવારના સિધ્ધાંતો સમજી શકાય પણ હકીકતમાં બનાવ સ્થળ પરની પરિસ્થિતિ પુસ્તકનાં વર્ણન કરતા જુદી જ હોય એવું બને. ત્યાં કેવી રીતે કામ કરવું ત સારવાર આપનારની સૂઝ-બુઝ પર નિર્ભર કરે છે. આત્મવિશ્વાસ અને સ્વસ્થતા 

સ્વસ્થ અને આત્મવિશ્વાસી સારવાર આપનાર (દર્દી) તથા તેના સગાઓને સાંત્વના અપાવી શકે છે. કયારેય ખોટી અકળામણ અને હાયવોય કરવાથી કામ બનતુ નથી, ઊલ્ટું બગડી શકે છે.


📱દરેક મિત્રો સુધી આ પોસ્ટ મોકલો📱

No comments:

Post a Comment

Search This Website